ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ની બિન હરીફ વરણી કરવામાં હતી. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના અગાઉના ડેપ્યુટી સરપંચ તરીકે હેમલાતાબેન જયેશભાઈ પટેલ તેઓએ રાજીનામું આપતા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે વોર્ડ નંબર 6 ના રંજનબેન વિજયસિંહ પરમાર ની ઉપ સરપંચ તરીકે બિનહરીફ વર્ણી કરવામાં આવી હતી મહિલા ઉપ સરપંચ ની વરણી કરતા તેઓ ના સમર્થકો મા આનંદ વ્યાપી જવા પામ્યો હતો.