મોરવા હડફ: ગાયત્રી મંદિર ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને લઈ પંચકુંડી યજ્ઞ તેમજ આરતી કરાઈ
આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે મોરવા હડફ ખાતે પણ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા ગાયત્રી મંદિર ખાતે પંચ કુંડી યજ્ઞ તેમજ આરતી પૂજા અને અર્ચના કરીને વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અર્થે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી