બલેશ્વર ગામની સીમમાં આવેલ અમદાવાદથી મુંબઈ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર જૈન દેરાસરની સામે એક અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન અતિઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં એક અજાણ્યા પુરુષ વ્યક્તિ (આશરે ઉંમર 35 વર્ષ), જેના પૂરા નામ અને સરનામાની વિગતો હજુ અજ્ઞાત છે, રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વાહને તેમને અડફેટે લીધા હતા. તેમને પગ અને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.