સાવલી: ડેસર તાલુકાના શિહોરા ખાતે જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો
ડેસર તાલુકાના શિહોરા ગામે જિલ્લા પંચાયતના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના આગમન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર, સ્નેહમિલન સમારોહના મુખ્ય વક્તા શ્રી સંજયભાઈ પટેલ, તેમજ સંગઠનના હોદ્દેદારો, એપીએમસીના ડિરેક્ટરો, જિલ્લા અને તાલુકા સભ્યો, કાર્યકર્તાઓ, આગેવાનો, સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.