જાંબુઘોડા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે નીલકંઠેશ્વર મંદિરે પૂજા અર્ચના કરી ગાંધી ભવન ખાતે કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના કાર્યકરો દ્વારા જાંબુઘોડાના નીલકંઠેશ્વર મંદિરે આજે બુધવારે પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સ્વસ્થ જીવન માટે ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ ગાંધી ભવન હોલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી