ઉના: ઉના નગરપાલીકા સભાખંડમા સ્વચ્છ મિશનના 11 વર્ષ પૂર્ણ અંતર્ગત સ્વચ્છોત્સવ ઉજવણી અંતર્ગત મિટીંગ યોજાઈ
ભારત સરકાર દવારા ૨જી ઓકટોબરના રોજ મહાત્માગાંધીજીની જન્મ જયંતિની શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે " સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" ને "સ્વચ્છોત્સવ' તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા : ૦૨ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા -" પખવાડીયા તરીકે ઉજવવાનું નકકી થયેલ છે. જે અંતર્ગત ઉના નગરપાલીકામા મિટીંગ યોજાઈ