પાલ વિસ્તારમાં આવેલ હોટેલના ઇન્સાઇડ પુલમાં દોઢ વર્ષનું બાળક પડી જતા મોત,પોલીસે તપાસ આરંભી
Majura, Surat | Sep 16, 2025 પાલ ખાતે આવેલ હોટલ યુ ફોરિયા માં સોમવારની સમી સાંજે બર્થ પાર્ટીનું આયોજન હતું.આયોજનમાં વિજય સાવલિયા પોતાના દોઢ વર્ષના માસૂમ બાળક સહિત પત્ની જોડે આવ્યા હતા. બંને પતિ પત્ની બર્થ પાર્ટી માં વ્યસ્ત હતા,તે વેળાએ માસૂમ બાળક અચાનક હોટલના ઇન્સાઇડ પુલમાં પડી જતા મોતને ભેટ્યું હતું.પંદર મિનિટ સુધી બાળક તડફડીયા મારી પાણીમાં જ મોતને ભેટ્યુ હતું.જ્યાં ઘટના અંગે પાલ પોલીસે માસમાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખસેડી વધુ તપાસ આરંભી હતી.પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો.