જલારામબાપાની 226 મી જન્મજ્યંતી નિમિતે આનંદનગર મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ
Bhavnagar City, Bhavnagar | Oct 29, 2025
જલારામ બાપાની 226 મી જન્મજ્યંતીની શહેરના વિવિધ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી. જલારામ બાપા મંદિર આંનદનગર ખાતે સવાર થી સાંજ સુધી ધાર્મિક કાર્યકમોનું આયોજન કરાયું હતું. જેમાં ધ્વજા રોહણ, મહાઆરતી, મહાપ્રસાદ, અન્નકૂટ દર્શન અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અને બાપાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.