વાલિયા: કરસાડ ગામના મંદિર ફળિયામાં પતિએ પત્નીને છૂટાછેડા આપવાનું દબાણ કરી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની કોશિશ કરી
Valia, Bharuch | Sep 17, 2025 વાલિયા તાલુકાના કરસાડ ગામના મંદિર ફળિયામાં રહેતી હિરલબેનના લગ્ન વર્ષ-2011માં અક્ષયકુમાર ઇન્દ્રસિંહ રાણા સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન તેઓને 1 પુત્રનું સુખ પ્રાપ્ત થયું છે.ગત તારીખ-13મી સપ્ટેમ્બરના રોજ પતિ અક્ષયકુમાર રાણાએ હિરલબેન સાથે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધના મામલે ઝઘડો કરી છૂટાછેડા માટે દબાણ કર્યું હતું.જે બાદ બીજા દિવસે ફરી ઝઘડો કરી તેના હાથમાં રહેલ પેટ્રોલ પત્ની ઉપર છાંટી તેને સળગાવી દેવાની કોશિશ કરી હતી.