વડોદરાથી ઈન્ડિગોની મુંબઈ, દિલ્હી,ગોવા અને હૈદરાબાદ રૂટની ફ્લાઇટો આજે પણ રદ થઈ હતી.ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ રદ થતા મુસાફરોના તમામ આયોજન ખોરવાયા હતા.ઈન્ડિગોની 6E5126/6087, 6E5066/6662, 6E2178/105 અને 6E104/2179 ફ્લાઇટો રદ કરવામાં આવી હતી.ગતરોજ પણ ઈન્ડિગોની અનેક ફ્લાઇટો 3 થી 4 કલાક મોડી ચાલી હતી.પુણે,ચેન્નઈ, દિલ્હી રૂટની ફ્લાઇટો પણ કલાકો સુધી લેટ થઈ હતી.મહત્વપૂર્ણ મિટિંગ અને જોડાણરૂપી ફ્લાઇટ્સ યાત્રીઓ માટે ચિંતા સમાન બની છે.