બોટાદમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર બોટાદના સાઈનાથ સોસાયટીમાં રહેતા ગંગારામભાઈ શીવાભાઈ શેખ પોતાના ટુ-વ્હીલર ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્ટર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંગારામભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.