લીલીયા: જિલ્લા પ્રમુખ સાવલિયાનો ભાજપ વિરુદ્ધ હુમલો – લીલીયા AAPની બેઠકનો વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
Lilia, Amreli | Sep 17, 2025 લીલીયા તાલુકાના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ નીતિઓને લઈને તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સરકાર પર નિશાન સાધતાં જનતા સામે વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ કાર્યક્રમનો વીડિયો આજે ૧.૦૦ કલાકે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.