વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલ બુધવારે સાંજના સમયે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે બોલાચાલી બાદ માલધારીઓના ટોળાએ ખેડૂતના ખેતરમાં આવી લાકડી, પાઇપ, ધારીયા સહિતના જીવલેણ હથિયારો વડે હિંચકારો હુમલો કરવામાં આવ્યો હોય, જેમાં પાંચથી વધારે ખેડૂતોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ આ બનાવમાં 17 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.