ધરમપુર: નગરપાલિકા હોલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
બુધવારના 11:00 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર નગરપાલિકા હોલ ખાતે આજરોજ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.