સતત બીજા દિવસે વડોદરા શહેરના સમા વિસ્તાર મામલતદાર કચેરી પાસે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે.ગઈકાલે પણ આજ સ્થળે ઉપરા છાપરી ત્રણ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી હતી.અકસ્માતના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.આજે સવારે એ જ ત્રણ રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. આજે ઇકો કાર ચાલકે અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમા કોઈ ને ઇજા નથી પહોંચી.ઉલ્લેખનીય છે કે ગત રોજ આ સ્થળના અકસ્માત ના ત્રણ જેટલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.