પાલીતાણા: વિશ્વવિખ્યાત કાળભૈરવ દાદા ના મંદિરે કાળભૈરવ જયંતીને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા
પાલીતાણા ખાતે કાળભૈરવ દાદા નું 110 વર્ષ પુરાણું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે આ મંદિરે આજે કાળભૈરવ દાદાની જયંતિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી જેમાં સવારે ધજારોહણ કાર્યક્રમ દાદા નો શણગાર પૂજા બપોરે મહાપ્રસાદ મહા આરતી તેમજ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા.