માલગઢ ગામના ખેડૂતે રાજય સરકારના મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં 30 ઝાડનું વૃક્ષારોપણ કરાયું....!
Deesa City, Banas Kantha | Nov 1, 2025
રાજ્યમંત્રી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ ડીસા તાલુકામાં વિવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો દરમિયાન નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો જેના પરિણામ સ્વરૂપે ડીસા તાલુકાના માલગઢના રૂપાજી પરખાજી સોલંકી દ્વારા 30 ઝાડ વૃક્ષારોપણ થકી હરિયાળા ડીસા થી હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સરાહનીય કામગીરી કરી રહ્યા છે....