પોશીના: તાલુકાના લાંબડીયાના ભંગારના ગોડાઉનમાં આગ લાગી
પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે સવારના 4 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં રહેલ એક કાચુ મકાન પણ આ આગની જપેટમાં આવી ગયું હતું. ત્યારે આ સમગ્ર મામલે ઈડર,ખેડબ્રહ્મા અને અંબાજી ની ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બે કલાકની જેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ લાગવાને લઇ ગોડાઉનમાં રહેલ માલ સામાન બળીને ખાખ થયો હતો.