વડોદરા: એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાતના પ્રવાસે,એમએસયુની લીધી મુલાકાત
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્મા મુલાકાતે પહોંચ્યા હતા.ABVP દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી રોઝરી સ્કૂલની નિકળી એમએસયુની કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી હતી.આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના અખિલ વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટીના પ્રમુખ વેદ ત્રિવેદી ABVP ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્મનું સ્વાગત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.