હાલોલ: ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા નલ સે જલ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે નિર્માણ થનાર કામોનુ ખાતમુહૂર્ત કરાયુ
હાલોલ નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં 5 માં આજે બુધવારે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં નલ સે જલ યોજના ના બીજા તબક્કાના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જલજીવન મિશન અંતર્ગત અંદાજિત 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ થનાર નલ સે જલ યોજના અમૃત 2.0 ના બીજા તબક્કાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતુ જેમા સંગઠનનાં હોદેદારો,અને પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા