કુંકાવાવ: ઈસુદાન ગઢવીએ ભાજપને આડે હાથ લીધી,2 માસમાં રોડ નહિ થાયતો જન આંદોલન અને તાળા બંધી થશે #Jansamasya
વડિયા થી ગોંડલ,રાજકોટ જવાનો મુખ્ય માર્ગ જે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલત માં છે. જાણવા મળતી વિગતો મુજબ આ રોડ છેલ્લે 12-13 વર્ષ પેહલા બન્યો હતો બાદ તેને ફક્ત થીગડાં બુરી કામ ચલાવ રીપેર જ કરવામાં આવે છે. 10 વર્ષ સુધી અહીં કોંગ્રેસ ના ધારાસભ્ય હતા તેને આ રોડ બાબતે અનેક લોલીપોપ આપ્યા હવે એક વર્ષ થી ભાજપ ના ધારાસભ્ય એ ગત નવરાત્રી બાદ રોડનુ કામ શરુ થશે તેવી વિડીયો બનાવી તેને વાઇરલ કરી લોકોને હૈયા ધારણા આપી હતી તેને પણ એક વર્ષ થવા આવ્યુ છે..