વડોદરા દક્ષિણ: વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે બૉમ્બ સ્કવોડ અને પોલિસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ
સુરક્ષા ને ધ્યાન મા રાખી વડોદરા સેન્ટ્રલ એસ. ટી. ડેપો પર સઘન ચેકીંગ,ગઈ કાલે દિલ્હી ખાતે કાર મા થયેલ બ્લાસ્ટ ને લઈને વડોદરા પોલીસ એક્સન મા આવી છે ગઈ કાલ થી વડોદરા શહેર ના રેલ્વે સ્ટેશન,બસ ડેપો,મલ્ટીપ્લેક્સ,મોલ તથા જાહેર સ્થળો પર ચેકીંગ વધારી દીધું છે,તેજ રીતે આજે વડોદરા બસ ડેપો ખાતે બૉમ્બ સ્કોડ દ્વારા મુસાફરી કરી રહેલા તથા બસ ની રાહ જોવા માટે ઉભા રેહલા મુસાફરો ના સમાન ની ચેકીંગ હાથ ધારવામાં આવી હતી.