રાધનપુર: નગરપાલિકા પ્રમુખ ગુમ થયા હોવાનું બોર્ડ પ્રમુખની ખુરશી ઉપર લગાવી કોંગ્રેસના કોર્પોરેટર સહિત મહિલાઓએ વિરોધ કર્યો
રાધનપુર નગરપાલિકામાં મહિલાઓનો ઘેરાવો કરી નગરપાલિકા પ્રમુખ ગુમ છે.લખેલું બોર્ડ લગાવી વિરોધ કર્યો હતો.શહેરના રોડ રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટો અને રખડતા ઢોર જેવા પ્રશ્નો પર નાગરિકો આક્રોશ વ્યક્ત કર્યો હતો.નગરસેવક જયાબેન ઠાકોર સહિત મહિલાઓએ પ્રમુખના કાર્યાલયે પહોંચીને રજૂઆત કરી હતી.પ્રમુખ ગેરહાજર રહેતા ભારે નારાજગી વ્યક્ત કરી ખુરશી પર પ્રમુખ ગુમ છે.તેવું બોર્ડ લગાવ્યું હતું.સાથે સાથે પ્રવેશદ્વાર ઉપર પણ બોર્ડ લગાવ્યું હતું.