વ્યારા: વ્યારા તાલુકાના ચીખલદા ગામના 40 વર્ષીય પુરુષ ગુમ થતા ફરિયાદ નોંધાઈ.
Vyara, Tapi | Sep 16, 2025 વ્યારા તાલુકાના ચીખલદા ગામના 40 વર્ષીય પુરુષ ગુમ થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 12 કલાકે મળતી વિગત મુજબ ચીખલદા ગામના નીલેશ ગામીત તેમના ઘરેથી વ્યારા કામ અર્થે જાવ છું કહી બાઈક પર નીકળ્યા હતા.જેઓ પરત નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા સગા સબંધી ને ત્યાં શોધખોળ કરતા મળી નહીં આવતા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.