પાદરા: સાપલા અને દણોલી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત.
Padra, Vadodara | Nov 11, 2025 ગ્રામજનોની સુવિધા વધારવાના સંકલ્પ સાથે પાદરા વિધાનસભા ક્ષેત્રના સાપલા અને દણોલી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 25-25 લાખના ખર્ચે બનનાર આ આધુનિક પંચાયત ઘર ગ્રામજનોને સુવિધાસભર માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે.