વડોદરા પૂર્વ: ગઠિયાએ પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવા માટે આવ્યો હોવાનું જણાવી ચોરી ને અંજામ આપ્યો
શહેરના વ્યસ્ત માંડવી રોડ પરની ઘટના સામે આવી છે. એક ગઠિયો જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી સોનાનો દાગીનો લઈ ફરાર થઈ ગયો છે.નવી પેટર્નનું પેન્ડલ ખરીદીના બહાને ગઠિયાએ ખેલ કરી નાખ્યો હતો.માંડવી રોડ પર આવેલા ચકાભાઇ જ્વેલર્સના શોરૂમમાં ચોરી ની ઘટના બની હતી. ગઠિયાએ પોતાની પ્રેમિકા માટે લવ પેન્ડલ ખરીદી કરવા માટે આવ્યો હોવાનું જણાવી ચોરી ને અંજામ આપ્યો હતો. ગઠિયાએ 75 હજારની વીંટી નજર ચૂકવીને પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી