અંકલેશ્વર: શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આજે બપોરના અરસામાં યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નગર પાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.