સંજેલી: સંજેલી તાલુકાના હિરોલા રંગલીઘાંટી પાસેથી મળ્યો યુવકનો મૃતદેહ
Sanjeli, Dahod | Dec 12, 2025 આજે તારીખ 12/11/2025 શુક્રવારના રોજ સવારે 9.30 કલાક આસપાસ ગ્રામજનો ઢોર ચરાવવા જતા મૃતદેહ પર પડી હતી નજર.સંજેલી તાલુકાના હિરોલા રંગલીઘાંટી સ્ટેશન પાછળ યુવકની સળગાવેલો મૃતદેહ જોવા મળતા મચ્યો ચકચાર.સ્થાનિક પોલીસને જાણ કરાતા DYSP અને સંજેલી પોલીસ મથકના PI અને 112 પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.આ યુવકને રાત્રી દરમિયાન સળગાવી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન.