નડિયાદના મહોડેલમાં રહેતા અમૃતભાઈ ચૌહાણ 5 નવેમ્બરના રોજ બપોરના સમયે મોડેલ બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમિયાન સિમેન્ટની ગુણો ચઢાવવા બાબતે ગામના વિનુભાઈ તળપદા સાથે વાતચીત શરૂ કરી હતી જ્યાં 300 રૂપિયા મજૂરી આપવાનું કહેતા વિનુભાઈએ આટલા ઓછા રૂપિયામાં હું કામ નહીં કરું કહી અપ શબ્દો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું જેમને ઉપરાણું લઈ સંજય ઈશ્વર અને કિશન તળપદા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અમૃતભાઈ ને માર મારી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો