BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ આગામી ૨જી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વડોદરામાં ભવ્યતાપૂર્વક ઉજવાશે.આ દિવ્ય મહોત્સવની પૂર્વ તૈયારી અને જનજાગૃતિના ભાગરૂપે આજે વડોદરા શહેરભરમાં BAPSના યુવા અને યુવતીઓ દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.