હિંમતનગર: જિલ્લાના આઠે-આઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો: વિજયનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
સાબરકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆતથી જ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના આઠે આઠ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આજે સાંજે છ વાગે જિલ્લા માહિતી ખાતા દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સૌથી વધુ 35 મીમી વરસાદ નોંધાયો હતો. તો ખેડબ્રહ્મામાં 13મીમી,વડાલીમાં 10 મીમી, ઈડરમાં 14મીમી,હિંમતનગરમાં 12 મીમી,પ્રાંતિજમાં 13મીમી,તલોદમાં 16 મીમી અને પોશીનામાં 11 મીમી વરસાદ નોંધાયો હતો.