દાંતા: અંબાજીમાં યાત્રાળુ ના ગળામાંથી સોનાનો દોરો ખેંચનાર શખ્સને એલસીબીએ ઝડપ્યો
અંબાજીમાં બેસતા વર્ષના દિવસે મંદિરમાં ભીડનો લાભ લઈ સોનાનો દોરો ચોરી કરનાર ગેંગના એક સાગરિતને પાટણની એલસીબી ટીમ ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ₹2,89,140 નો સોનાનો દોરો કબજે કરવામાં આવ્યો છે બેસતા વર્ષના દિવસે ભીડનો લાભ લઈ આ શખ્સ અંબાજી ખાતે સોનાનો દોરો ખેંચ્યો હતો. રમેશભાઈ રવજીભાઈ ભાલીયા ને પકડી પૂછપરછ કરતા તેને ચોરીની વાત કબૂલી હતી તેની પાસેથી 26.630 મિલિગ્રામ વજનનો સોનાનો દોરો કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે અંબાજી પોલીસને સોંપ્યો હતો