ગાંધીધામ: એલસીબી પોલીસે એ ડિવિઝન વિસ્તારમાંથી 60.54 લાખના પ્રોહી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો
ગળપાદર ગામ પાસેના સાંગ નદીના વિસ્તારમાં પૂર્વ કચ્છ LCB એ દરોડો પાડતા મરચાની બોરીઓની આડમાં છુપાવેલોવિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ 60,54,480ની કિંમતનો દારૂ અને આઈસર કન્ટેનર, એક્ટિવા સ્કૂટર, અને રોકડ રકમ મળી 83,29,280નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,આ ઓપરેશન દરમિયાન પોલીસે અરબાઝ સાયરાબાનુ શાહમદાર નામના એક આરોપીની ધરપકડ કરી છે,જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર છે.