ઉમરગામ: ઉમરગામ તાલુકાના ડહેલી પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની જાતિ સર્ટિફિકેટ અંગે તપાસનો ધમધમાટ
ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં વોર્ડ નં.14 બેઠક અનુસૂચિત જાતિ સામાન્યને ફાળવવામાં આવી હતી. આ બેઠક પરથી નિલેશચંદ્ર રમેશચંદ્ર મિસ્ત્રી ઉમેદવાર તરીકે ઉભા રહી વિજેતા જાહેર થયા હતા.