વડોદરા પૂર્વ: વડોદરા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર,લોકો તાપણાનો સહારો લેવા મજબૂર,રસ્તા બન્યા સૂમસામ
વડોદરા સહિત રાજ્યમાં શિયાળાનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.ઠંડીનો ચમકારો વધતા રોડ રસ્તા બન્યા સૂમસામ.એકલદોકલ લોકોની રસ્તા પર અવરજવર જોવા મળી રહી છે.રાત્રિ દરમિયાન અને વહેલી સવારે લોકો તાપણાનો સહારો લેતા નજરે ચડી રહ્યા છે.વડોદરા શહેર સહિત ડભોઈ,શિનોર,વાઘોડિયા,પાદરા,કરજણ,સાવલી,ડેસર તાલુકામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.