મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની વિવિધ સમિતીઓની યોજાયેલ બેઠક અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955 તથા અનુજાતિ અને અનુ જનજાતિ(અત્ચાર નિવારણ) અધિનિયમ 1989ના અસરકારક અમલ માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી.