ગાંધીધામ: માઉન્ટ કાર્મેલ ફૂડ મેળા વિવાદ:VHP/ABVPની રજૂઆત બાદ પ્રિન્સિપાલની માફી
ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલના મેદાનમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા તા. 09/11/2025ના રોજ આયોજિત FOOD MELAમાં નોનવેજ ભોજન પીરસવામાં આવતાં વિવાદ થયો હતો. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં પહોંચ્યા હતા અને સ્કૂલ પરિસરમાં રામધૂન બોલાવી હતી.માફીપત્ર બાદ મામલો થાળે પડ્યો છે.