પાદરા: મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત પાદરા ખાતે ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
ભારતીય જનતા પાર્ટી પાદરા વિધાનસભા પરિવાર દ્વારા "મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન - SIR" અંતર્ગત ટ્રેનિંગ વર્કશોપનું આયોજન પાદરા ના પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી.