કાલોલ: પોલીસે ડેરોલ સ્ટેશન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન રૂ.6 હજારનો દંડ વસૂલ્યો,બ્લેક ફિલ્મ લગાવનાર સામે પણ કાર્યવાહી
કાલોલ પોલીસે મંગળવારે સાંજે પ્રભાવી ધોરણે વાહન ચેકીંગ કરીને સપાટો બોલાવતા ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ પોલીસે મોટર વિહિકલ એક્ટ હેઠળની કાર્યવાહી દરમ્યાન ત્રણ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મુજબના પણ વાહનચાલકો ઝડપાતા તેમની વિરુદ્ધ ધારા ૧૮૫ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.