અંકલેશ્વર: અંકલેશ્વરની સંસ્કારધામ સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરીની ખાત મુહૂર્ત વિધી યોજાઈ
અંકલેશ્વરની સંસ્કારધામ સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરીની ખાત મુહૂર્ત વિધી યોજાઈઅંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. ૧ની સંસ્કારધામ સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરીની ખાત મુહૂર્ત વિધી આજરોજ બપોરના અરસામાં કરવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં ૧માં આવેલી સંસ્કાર ધામ સોસાયટીમાં આઉટ સોર્સની ગ્રાન્ટ માંથી અંદાજે રૂ. ૨૧.૩૦ લાખ ના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાત મુહૂર્ત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતએ કર્યું હતું.