અંકલેશ્વર: અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા પાનસો કવાટર્સ વિસ્તારમાં દબાણ દૂર કરવાનું ઝુંબેશ હાથ ધરાયું
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ 500 કવાટર્સ રોડ પર દબાણકર્તાઓએ દબાણ કરતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.જેને પગલે નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા આજરોજ ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીમાં રસ્તા પર આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તંત્રની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.