નાગલપર ગામે મકાનમાંથી LCB પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,264 દારૂની બોટલ સહિત 3,14,400 નો મુદ્દામાલ કબ્જ કર્યો
Botad City, Botad | Sep 17, 2025
બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જિલ્લામાંથી દારૂની બદી નાબૂદ કરવાની કડક સુચના આપેલ હોય તે સૂચનાને લઈને બોટાદ LCB PI એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ બોટાદ LCB પોલીસે બાતમીના આધારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ આવતા નાગલપર ગામે વિજયભાઈ નાથાભાઈ સાકરીયા ના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ નાની-મોટી કુલ 264 બોટલો સાથે રૂપિયા 3,14,400 નો મુદ્દામાલ ઝડપી લઇ બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે..