ડભોઇ તાલુકામાં કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની પ્રક્રિયા હાલ અત્યંત ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી તાલુકાના 120 ગામોમાંથી કુલ 14,200 જેટલી અરજીઓ કૃષિ રાહત પોર્ટલ પર નોંધાઈ ચૂકેલી છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાકી રહેલા તમામ ખેડૂતો વહેલી તકે પોતાની અરજી પૂર્ણ કરે, જેથી તેઓને સરકાર દ્વારા મળનારી સહાયતાનો લાભ સમયસર મળી રહે.