મહે. શેઠ. જે. એચ. સોનાવાલા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2025નો ભવ્ય કાર્યક્રમ જે ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જે પોતાની સુજબુજ દ્વારા અનેક વિજ્ઞાનને લગતા પ્રોજેકટો તૈયાર કરી પ્રદર્શનમા આ ગણિત-વિજ્ઞાન મેળામા મુક્યા હતા તેને ધારાસભ્યશ્રી સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મન દઈને નિહાળ્યા હતા. ત્યારે આ પ્રસંગે મહે.ન.પાલિકા પ્રમુખશ્રી,બીજેપી શહેર પ્રમુખશ્રી,જેવા અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.