વડોદરા ઉત્તર: ગુરુ નાનક દેવજીની 557 મી જન્મજયંતિ નિમિત્તે ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ નુ આયોજન
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવી હતી. અને આજે પાંચ નવેમ્બર ના રોજ ગુરુ નાનક દેવજીની 557મી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.