મહે. તાલુકાના વાઘાવતથી ગોકળપુરા અને ગોકળપુરાથી આંબલીયાની મુવાડી સુધીના 3 કિમીના બે રસ્તાઓનું નોન -પ્લાન અંતર્ગત રૂ. 1 કરોડ 55 લાખના ખર્ચે તૈયાર થનારનું ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઉપસ્થિત ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત તૅમજ સન્માન કરવામાં આવ્યું હતું. તૅમજ આ કાર્ય બદલ સરકારશ્રી તૅમજ ઉપસ્થિત સૌ કોઈનો તહેદિલથી આભાર વ્યક્ત કરાયો હતો.