અમરેલીમાં એક બાજુ હિંસક માનસિકતાનો કાળો ચહેરો અને બીજી બાજુ માનવતા અને પરોપકારની મિસાલ
Amreli City, Amreli | Sep 17, 2025
અમરેલીમાં એક બાજુ હિંસક માનસિકતાનો કાળો ચહેરો દેખાડ્યો છે, ત્યાં બીજી બાજુ માનવતા અને પરોપકારની મિસાલ પણ ઉભી કરી છે. પ્રેમ પ્રકરણને લઈને યુવકે યુવતીના ગળામાં છરીથી હુમલો કર્યો હતો. ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવતી લોહીલુહાણ થઈ પડી હતી ત્યારે બે યુવાનો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી જીવ બચાવ્યો. આ માનવતા ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.