લીંબડી હાઇવે પર દેવપરા ના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી માતૃકૃપા ટ્રાવેલ્સ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ એકાએક રોડની સાઇડમાં ઉતરી જતા મુસાફરોમાં બુમરાડ મચી જવા પામી હતી. અકસ્માતમાં બસમા મુસાફરોને નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માત સંદર્ભ બસ માં ઉજાલા સર્કલથી બેઠેલા હાજુબેન દાઉદભાઇ મુળિયાએ પાણશિણા પોલીસમાં ટ્રાવેલ ચાલક વિરૂદ્ધ પુર ઝડપે અને બેદરકારી ભર્યા રીતે વાહન ચલાવી અકસ્માત સર્જયાની ફરિયાદ નોંધાવી છે