જામનગર શહેર: પટેલ કોલોનીમાં રસોઈ કરવા ગયેલ મહિલા પર મકાનમાલિકનો હુમલો, DySP એ વિગતો આપી
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ આનંદબાગ પાસે ગઈકાલે રસોઈ કામ કરતી મહિલા અને મકાન માલિક વચ્ચે માથાકૂટ થઈ હતી. કોઈ કારણોસર થયેલી બોલા ચાલીએ જોતજોતા ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને વાત હથિયાર વડે હુમલા સુધી પહોંચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં મહિલા સારવાર અર્થે ખસેડાઇ.