લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાદાનગર વિસ્તારમાં જુગાર રમતા ઈસમોને રોકડ સહિતના મુદ્દા માલ સાથે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Oct 29, 2025
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના હાદાનગર વિસ્તારમાં આવાસ યોજનાના મકાનના પાર્કિંગમાં રેડ કરી અને જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને રૂપિયા 21290 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.